- સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને આ માટે આદેશ અપાયો હતો જેનો જવાબ આપવામાં કેન્દ્ર સરકારે વિલંબ કરતા કોર્ટ દ્વારા થયેલ ટકોર બાદ આ નિર્ણય લેવાયો છે.
- આ રકમ National Disaster Management Authority (NDMA) દ્વારા સરકારને સૂચવાઇ છે.
- અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને આ માટેની કામગીરી સોંપવામાં આવી હતી.
- આ રકમ એવા લોકોને અપાશે જેના ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુંનું કારણ કોરોના લખ્યું હોય.
- રાજ્યોમાં આ વળતર District Disaster Management Authority અથવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂકવવામાં આવશે.
- આ બાબતમાં મૃત્યુંના પ્રમાણપત્ર માટે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય તેમજ ICMR દ્વારા નિર્ધારિત ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે.