- પાકિસ્તાન અને ઇસ્લામિક સહયોગ સંગઠન (Organization of Islamic Cooperation - OIC) દ્વારા સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (United Nations Human Rights Council - UNHRC) માં કાશ્મીર મુદ્દાને ઉઠાવ્યો છે જેની ભારતે આલોચના કરી છે.
- ભારત દ્વારા UNHRCના 48માં સત્ર દરમિયાન આલોચના કરતા કહેવાયું કે પાકિસ્તાન એ એક આતંકવાદી પ્રવૃતિને સમર્થન કરતો એક નિષ્ફળ દેશ છે તેમજ તેની પાસેથી વિશ્વના સૌથી મોટા જીવંત લોકતંત્ર ધરાવતા ભારતે કોઇ શિખ લેવાની જરુર નથી.
- ભારત તરફથી આ સત્રમાં જિનેવા ખાતે ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ પવન વાઘે વાત રાખી હતી.
- UNHRC નું મુખ્યાલય સ્વિઝ્ટર્લેન્ડના જિનેવા ખાતે આવેલું છે જેના હાલના વડા ચોઇ ક્યોંગ લિમ છે.