- United Nations Security Council (UNSC) દ્વારા ઉત્તર કોરિયા મુદ્દે આપાતકાલીન બેઠક બોલાવાઇ છે જેનો મુખ્ય વિષય ઉત્તર કોરિયા દ્વારા બૈલિસ્ટિક મિસાઇલ લોન્ચ કર્યો હોવાનો છે.
- આ મિસાઇલ પરીક્ષણમાં ઉત્તર કોરિયાના મધ્ય ભાગથી બે બૈલિસ્ટિક મિસાઇલ્સ છોડવામાં આવી હતી જેને પૂર્વી સાગર અથવા જાપાનના સાગર પર છોડવામાં આવી છે.
- ઉત્તર કોરિયાના આ પરીક્ષણ બાદ દક્ષિણ કોરિયાએ પણ જવાબમાં પોતાની એક સબમરીનથી બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી.
- આ સાથે જ દક્ષિણ કોરિયા વિશ્વનો એવો સાતમો દેશ બન્યો છે જેની પાસે આ પ્રકારની ક્ષમતા હોય.