- ભારતના વડાપ્રધાન મોદીએ પોતાની અમેરિકાની યાત્રા દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડન સાથે મુલાકાત કરી છે.
- ભારત અને અમેરિકાના આ બન્ને વડાઓની આ પ્રથમ મુલાકાત છે જેમાં મોદીએ ક્લાઇમેટ ચેન્જ મુદ્દે બાઇડન સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
- આ સિવાય મોદીની અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ કમલા હૈરિસ સાથે પણ મુલાકાત થઇ હતી.
- મોદીની અમેરિકાની યાત્રા દરમિયાન તેઓ ક્વૉડ બેઠક પહેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન તેમજ જાપાનના વડાપ્રધાન યોશીદા સુગાને પણ અલગથી મળ્યા હતા.
- ક્વૉડ સમિટમાં વડાપ્રધાન મોદીએ આ જોડાણને વિશ્વમાં શાંતિ સ્થાપિત કરનારું જોડાણ ગણાવ્યું હતું તેમજ કોરોનાકાળમાં માનવતા બચાવવા માટે સહકાર વધારવા સભ્ય દેશોને હાકલ કરી હતી.