- આ યાત્રામાં તેઓ અમેરિકા ખાતે ક્વાડ સમૂહ દેશના વડાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે.
- આ સિવાય સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રને સંબોધન કરી 26 સપ્ટેમ્બરના રોજ ભારત પરત ફરશે.
- આ યાત્રા દરમિયાન પાકિસ્તાને ત્રણ વાર ના પાડ્યા બાદ વડાપ્રધાનના પ્લેનને પોતાનો એર સ્પેસનો ઉપયોગ કરવા મંજૂરી આપી હતી.
- અગાઉ કાશ્મીરમાં કલમ 370 રદ્દ કર્યાના વિરોધમાં પાકિસ્તાને વર્ષ 2019માં પોતાની એર સ્પેસ વાપરવાથી ઇનકાર કર્યો હતો.
- વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદ મોદીનો આ 7મો તેમજ વર્ષ 2019 બાદનો પ્રથમ અમેરિકા પ્રવાસ છે.
- કોરોના કાળ બાદ તેઓની બાંગ્લાદેશ પછીની બીજી વિદેશ યાત્રા છે.