- આ સંમેલન અમેરિકાની યજમાનીમાં યોજાનાર છે જેમાં Quadrilateral Security Dialogue ના ચારેય દેશ અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત મળશે.
- આ શિખર સંમેલનમાં ભારતના વડાપ્રધાન મોદી ભાગ લેશે જે વ્હાઇટ હાઉસ ખાતે જૉ બાઇડનના રાષ્ટ્રપતિ બન્યા બાદ મોદીનો પ્રથમ અમેરિકા પ્રવાસ હશે.
- અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની વિદાય બાદનું આ પ્રથમ શિખર સંમેલન હોઇ આ સંમેલનનું મહત્વ વધુ છે.
- આ મુલાકાત પહેલા જ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેન દ્વારા અમેરિકા અને પાકિસ્તાનના સંબંધોની સમીક્ષા કરવામા આવવાની પણ જાહેરાત કરવામાં આવી છે જે પણ એક મહત્વપૂર્ણ બાબત છે.
- આ સિવાય 25 સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રની સામાન્ય સભાને પણ વડાપ્રધાન મોદી સંબોધિત કરશે.