- આ પ્લાન્ટ ટાટા સ્ટીલના જમશેદપુર સ્ટીલ પ્લાન્ટ ખાતે શરુ કરાયો છે જે રોજના 5 ટન કાર્બનને શોષી લેવા માટે સક્ષમ છે.
- આ પ્લાન્ટ Blast Furnace Gas થી સીધો કાર્બનને કેપ્ચર કરે છે તેમજ એકત્ર થયેલા કાર્બનને ફરીથી ઉપયોગમાં પણ લઇ શકાય છે જેને Carbon Capture and Utilization (CCU) કહેવામાં આવે છે.
- આ પ્લાન્ટને ટાટા તેમજ Carbon Clean નામની વૈશ્વિક લો-કોસ્ટ કાર્બન કેપ્ચર ટેક્નોલોજીના સહયોગથી બનાવાયો છે.
- વર્ષ 2020માં ટાટા સ્ટીલે Council of Scientific and Industrial Research (CSIR) સાથે કાર્બન કેપ્ચર કરી તેને ફરી ઉપયોગ કરવા અને સંગ્ર કરવા (CCUS) માટે કરાર કર્યા છે.