- યુએસ ઓપનના વિમેન્સ ડબલ્સનો ખિતબ ઓસ્ટ્રેલિયાની સમાન્થા સ્ટોસુર અને ચીનની ઝાંગ શૂઆઇએ જીત્યો છે.
- આ સ્પર્ધામાં તેણી બન્ને એ અમેરિકાની કોકો ગોફ અને કેટી મેક્નેલીની જોડીને 6-3, 3-6, 6-3થી પરાજય આપ્યો હતો.
- આ પહેલા સ્ટોસુર અને ઝાંગે વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ ખિતાબ પણ જીત્યો હતો.
- વર્ષ 2005માં સ્ટોસુરે યુએસ ઓપન ડબલ્સ અને વર્ષ 2011માં અમેરિકાની સેરેના વિલિયમ્સને પરાજય આપીને મહિલા સિંગલ્સનો ખિતાબ તેણીએ જીત્યો હતો.