- દિલ્હી વિધાનસભામાં એક સુરંગ મળી આવી છે જે વિધાનસભાની ઇમારતને લાલ કિલ્લા સાથે જોડે છે.
- આ સુરંગ વિશે અગાઉ 1990-1995 દરમિયાન વાતો થઇ હતી કે આવી કોઇ સુરંગ છે પરંતુ તે સમયે તે મળી શકી ન હતી.
- આ સુરંગ કદાચ બ્રિટિશરો દ્વારા સ્વતંત્ર સેનાનીઓને લઇ જવા માટે વપરાતી હોય તેવી શક્યતા છે.
- દિલ્હી સરકાર દ્વારા આ સુરંગનો પ્રવેશદ્વાર શોધાયો છે પરંતુ આ સુરંગના માર્ગમાં મેટ્રો રેલ તેમજ ગટર હોવાને લીધે આગળ તેનું ખોદકામ કરવામાં નહી આવે.
- જ્યારે દેશની રાજધાની કોલકત્તાથી દિલ્હી ખાતે ખસેડવામાં આવી ત્યારે દિલ્હી વિધાનસભાનો કેન્દ્રીય વિધાનસભા તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.
- 1926માં તેને કોર્ટમાં તબદીલ કરવામાં આવી હતી જેથી સ્વતંત્ર સેનાનીઓને કોર્ટ સુધી લઇ જવા માટે આ સુરંગનો ઉપયોગ કરવામાં આવતો હતો.
