વર્ષ 2021નો Global Hunger Index રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો.

  • આ રિપોર્ટ Concern Worldwide અને Welthungerhilfe દ્વારા સંયુક્ત રાષ્ટ્રના Food and Agriculture Organization, WHO, UNICEF અને Inter-agency Group for Child Mortality Estimation ના સ્ત્રોતના આધારે પ્રસિદ્ધ કરવામાં આવે છે. 
  • આ રિપોર્ટ મુજબ: 
    • વિશ્વના 69 કરોડ લોકો કુપોષિત છે. 
    • ભારતની 14% વસ્તી અલ્પપોષિત છે. 
    • ભારતમાં બાળ મૃત્યું દર 3.7% છે જે વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ટકાવારીમાં વધુ છે. 
    • ભારતમાં દર ત્રીજુ બાળક ઓછા કદનું છે તેમજ ગર્ભવતી મહિલાઓ ગરીબી, અજ્ઞાનતા અને શિક્ષણ જેવી જરુરી સુવિધાઓની ખામીનો ભોગ બની રહી છે જેને લીધે બાળકો કુપોષણનો શિકાર બને છે. 
    • ભારતની દર બીજી મહિલાના શરીરમાં લોહીની કમી છે. 
    • આ રિપોર્ટમાં દેશોને અલગ અલગ કેટેગરીમાં મુકવામાં આવે છે જેમાં 9.9 સ્કોર હોય તેવા દેશોને ઓછી ભુખમરી, 10 થી 19.9 ના સ્કોરને મધ્યમ, 20.0 થી 34.9 ના સ્કોરને સિરિયસ / ગંભીર તેમજ 35 થી 49.9ના સ્કોરને અતિ ગંભીર / ચિંતાના વિષય તરીકે પરિભાષિત કરેલ છે. 
    • ભારત હાલની સ્થિતિએ આ યાદીમાં 27.2ના સ્કોર સાથે ગંભીર દેશોની યાદીમાં સામેલ છે.
Global Hunger Index 2021


Post a Comment

Previous Post Next Post