- દક્ષિણ કોરિયા દ્વારા ગૂગલ અને એપલ એપ સ્ટોર જેવી સ્ટોરનો ઇજારો ખતમ કરવાના ઉદેશ્યથી એક બિલ પસાર કરાયું છે.
- આ બિલ મુજબ ગૂગલ અને એપલ કંપનીએ પોતાના એપ સ્ટોરની વૈકલ્પિક ચૂકવણીની સિસ્ટમ ખોલવી પડશે તેમજ તે બીજા ઓપરેટરના એપ્સને ગેરકાયદેસર રીતે હટાવી શકશે નહી.
- આ બિલમાં બદલાની ભાવનાથી બીજા એપને મંજૂરી આપવામાં મોડુ કરવું તેમજ તેને પ્લેટફોર્મ પરથી હટાવવા માટે પણ પ્રતિબંધ લાગૂ પડાયો છે.
- ઉલ્લેખનીય છે કે હાલમાં જ ગૂગલ દ્વારા પોતાના એપ સ્ટોરથી ઇન-એપ ખરીદીમાં 30% કમિશન ચાર્જ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
