- કેન્દ્ર સરકાર દ્વારા ભારતની આઝાદીના 75માં વર્ષમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની પ્રથમ બે ઇમારતનું લોકાર્પણ કરાયું છે.
- આ ઇમારત ડિફેન્સ ઓફિસ કોમ્પ્લેક્સ છે જેમાં સંરક્ષણ મંત્રાલય અને સશસ્ત્ર દળના લગભગ 7,000 થી વધુ કર્મીઓ બેસી શકશે.
- સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત ભારતના નવા સંસદ ભવનના નિર્માણનું કામ પણ સમયસર પુરુ કરવામાં આવવાની કેન્દ્ર સરકાર દ્વારા વાત કરવામાં આવી છે.
- Central Vista Redevelopment Projectની શરુઆત સપ્ટેમ્બર, 2019થી કરવામાં આવી હતી જેને લગભગ વર્ષ 2024 સુધીમાં પુરુ કરવાનું લક્ષ્ય રખાયું છે.
- આ પ્રોજેક્ટ માટે લગભગ 13,000 કરોડ રુપિયા ખર્ચ થવાનો અંદાજ છે.