- બે દિવસનું આ ચોમાસુ સત્ર 27 થી 28 સપ્ટેમ્બર દરમિયાન મળશે.
- આ સત્રમાં વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી આયોજિત થશે તેમજ 4 વિધેયક પ્રસ્તુત કરવામાં આવનાર છે.
- આ ચાર કાયદઓમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી વિધેયક 2021, જીએસટી સુધારા વિધેયક 2021, ભારતનું ભાગીદારી (ગુજરાત સુધારા) વિધેયક 2021 અને કૌશલ્ય ધ-સ્કીલ યુનિવર્સિટી વિધેયક 2021નો સમાવેશ થાય છે.
- આ સત્રમાં વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ નીમાબેન આચાર્યની પણ સર્વાનુંમતે વરણી થશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષ તરીકે નીમાબેનના નામનો પ્રસ્તાવ મુકશે અને ત્યારબાદ તેઓની વરણી થશે.