- વડાપ્રધાન મોદીની અમેરિકા યાત્રા દરમિયાન અમેરિકાએ 10મી થી 14મી સદીની લગભગ 157 કલાકૃતિઓ ભારતને પરત કરી છે.
- અમેરિકાએ ભારત સાથેના સંબંધોને ગાઢ બનાવવાના ઉદેશ્યથી અમેરિકાએ આ કલાકૃતિઓ પરત કરી છે.
- આ કલાકૃતિઓમાં 1.5 મીટરની 10 મી સદીના રેતિયા પથ્થરથી તૈયાર થયેલ મૂર્તિ, 12મી સદીની નટરાજની કાંસ્ય મૂર્તિ, 8.5 સેમીની એક મૂર્તિ સહિત 71 સાંસ્કૃતિક, 60 હિન્દુ ધર્મની, 16 બૌદ્ધ ધર્મની તેમજ 9 જૈન ધર્મની મૂર્તિઓ સામેલ છે.