- સંયુક્ત આરબ અમિરાત (UAE) દ્વારા ઔદ્યોગિક વિકાસ માટે પાંચ અબજ દિરહામ (લગભગ 1.36 અબજ ડૉલર)ના રોકાણની યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે જેમાં વિદેશી રોકાણને આકર્ષવાની તેમજ રેસિડેન્ટ્સ અને કૌશલ્ય ધરાવતા કામદારોને આક્વર્ષવાની નવી વિઝા નીતિ સામેલ છે.
- આ નીતિ હેઠળ વિદેશી કામદારોને કંપનીના સ્પોન્સર વિના ગ્રીન વિઝા આપવામાં આવશે.
- ગયા વર્ષે પણ કોરોનાની મહામારીમાંથી પોતાના અર્થતંત્રને ઉભુ કરવા માટે યુએઇ દ્વારા વિવિધ આર્થિક નિર્ણય લેવામાં આવ્યા હતા.