- ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થાનથી આજુબાજુ 10 કિ.મી. ત્રિજ્યામાં માંસ અને દારુના વેંચાણ પણ પ્રતિબંધ લાગૂ કરાયો છે જેની જાહેરાત જન્માષ્ઠમીના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવી હતી.
- ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આ માટે 22 મ્યુનિસિપલ વોર્ડનો સમાવેશ થાય તેવા વિસ્તારને તીર્થસ્થળ જાહેર કર્યું છે.
- માંસ અને મદિરાના વેંચાણ સાથે જોડાયેલ લોકોની રોજગારી ટકાવી રાખવા માટે સરકાર દ્વારા તેઓનું કાઉન્સેલિંગ કરીને તેઓને અન્ય વ્યવસાય સાથે જોડવા માટે પણ એક નક્કર યોજના ઘડવામાં આવી છે.