ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.

  • તેઓએ 7 ઑગષ્ટ, 2016ના રોજ ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે પદ સંભાળ્યું હતું તેમજ 26 ડિસેમ્બર, 2017ના રોજ ફરીવાર ભાજપની સરકાર બનતા તેઓ મુખ્યમંત્રી તરીકે હોદ્દા પર આવ્યા હતા. 
  • તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા નરેન્દ્ર મોદી (12 વર્ષ 227 દિવસ) અને હિતેન્દ્ર દેસાઇ (5 વર્ષ 245 દિવસ) બાદ ત્રીજા સ્થાન પર છે જેઓ આ હોદ્દા પર 5 વર્ષ અને 35 દિવસ સુધી રહ્યા છે. 
  • વિજય રુપાણી મુખ્યમંત્રી સિવાય રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ગુજરાત રાજ્યના ટ્રાંસપોર્ટ, જળ, લેબર અને રોજગાર મંત્રી તેમજ રાજ્યસભાના સદસ્ય રહી ચૂક્યા છે.
Vijay Rupani


Post a Comment

Previous Post Next Post