તાતા જૂથ દ્વારા એર ઇન્ડિયાને ફરી વાર પોતાની માલિકી હેઠળ લાવવામાં આવી.

  • તાતા જૂથ દ્વારા ભારત સરકારની એરલાઇન્સ એર ઇન્ડીયા માટે સૌથી ઊંચી બોલી લગાવીને આ એર લાઇન્સને ખરીદી લેવામાં આવી છે. 
  • તાતા જૂથ દ્વારા આ સોદો 18,000 કરોડની બોલી લગાવીને કરવામાં આવ્યો છે. 
  • તાતા સિવાય સ્પાઇસ જેટ દ્વારા 15,100 કરોડની બોલી લગાવવામાં આવી હતી. 
  • આ સોદા હેઠળ તાતા ગ્રૂપ એર ઇન્ડિયાનું 15,300 કરોડનું દેવુ ચૂકવશે તેમજ 2,700 કરોડ ભારતને સરકારને આપશે. 
  • ઉલ્લેખનીય છે કે વર્ષ 1932માં તાતા એર લાઇન્સની સ્થાપના જેઆરડી તાતાએ જ કરી હતી જેને 1946માં એર ઇન્ડીયા તરીકે લિસ્ટિંગ કરીને તેનું રાષ્ટ્રીયકરણ કરાયું હતું. 
  • રાષ્ટ્રીયકરણ થયા બાદ પણ કંપનીના વડા પદ પર તાતા ગ્રૂપના જ અધિકારી હતા જેને મોરારજી દેસાઇ સરકાર દ્વારા 1977માં આ પદ પરથી હટાવાયા હતા.
Ratan Tata

Post a Comment

Previous Post Next Post