- ભારતના પ્રસિદ્ધ સંગીતકાર એ. આર. રહેમાનને ઇજિપ્તના પ્રસિદ્ધ Cairo Opera House ખાતે ચાલી રહેલ 43માં કાહિરા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ Cairo International Film Festival (CIFF) માં વિશેષ સમ્માન અપાયું હતું.
- એ. આર. રહેમાન જાણીતા સંગીતકાર છે જેઓએ હિન્દે, તમિલ, મલયાલમ, તેલુગુ સહિતની ફિલ્મોમાં પોતાનું સંગીત આપ્યું છે.
- તેઓને અત્યાર સુધીમા 6 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, 2 ઓસ્કાર એવોર્ડ, 2 ગ્રેમી એવોર્ડ, 1 ગોલ્ડન ગ્લોબ એવોર્ડ તેમજ 1 બાફ્ટા એવોર્ડ મળી ચૂક્યા છે.
- વર્ષ 2010માં ભારત સરકાર દ્વારા તેઓને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો હતો.