- આ યાત્રા ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના 'આઝાદીના અમૃત મહોત્સવ' કાર્યક્રમ હેઠળ યોજાશે.
- આ યાત્રા કુલ ત્રણ દિવસ ચાલશે જેમાં 100 રથને 33 જિલ્લાઓ તેમજ 12 વિભાગોમાં ચલાવવામાં આવશે.
- આ યાત્રા હેઠળ 12 વિભાગોમાં કુલ 1,577 કરોડથી વધુના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત, 1,92,575થી વધુ લાભાર્થીઓને લોન / સહાયતા ચેક વિતરણ, 3,570 જેટલા કેમ્પ, વર્કશોપ, સ્પર્ધાઓ સહિતના કાર્યો કરવામાં આવશે.