- આ બિલનું નામ International Court of Justice (Review and Re-consideration) છે જેને લગભગ પાંચ મહિના પહેલા પાકિસ્તાનની સંસદના નીચલા ગૃહ (નેશનલ એસેમ્બલી)માં પસાર કરાયું હતું.
- આ બિલ મુજબ પાકિસ્તાની જેલમાં સજા પામેલ વિદેશી કેદીઓ કે જેઓને સૈન્ય કોર્ટે સજા આપી હોય, તેવા કેદીઓને ઉપરની કોર્ટમાં અપીલ કરવાનો અધિકાર મળશે.
- આંતરરાષ્ટ્રીય દબાણ બાદ પાકિસ્તાન દ્વારા આ બિલને પસાર કરવામાં આવ્યું છે.
- વર્ષ 2016માં પાકિસ્તાની સૈન્ય કોર્ટ દ્વારા કુલભૂષણ જાધવને જાસુસી કરવા અને આતંકવાદી કૃત્ય કરવા બદલ દોષિત ઠેરવીને ફાંસીની સજા કરવામાં આવી હતી જેના પર ભારતની અપીલના આધારે આંતરરાષ્ટ્રીય કોર્ટે રોક લગાવી હતી.