ચીનમાં સત્તાધરી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના(CPC) દ્વારા શી જિનપિંગની સત્તા મજબૂત કરતો "ઐતિહાસિક ઠરાવ" પસાર કરવામાં આવ્યો.

  • આ ઠરાવ બાદ રાષ્ટ્રપતિ શી જિનપિંગ સતત ત્રીજી ટર્મ માટે પણ રાષ્ટ્રપતિ બનશે.
  • આ ઠરાવ બાદ જિનપિંગને માઓ ઝેડોંગ અને ડેંગ જિયાઓપિંગ પછી ચીનના સૌથી મોટા નેતા જાહેર કરવામાં આવ્યા છે.
  • પાર્ટીના 100 વર્ષના ઈતિહાસમાં આ પ્રકારનો આ ત્રીજો પ્રસ્તાવ છે.  અગાઉ 1945માં પાર્ટીના સ્થાપક માઓત્સે તુંગ અને 1981 ડેંગ શિયાઓપિંગ દ્વારા આવો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
  • આ ઠરાવમાં 100 વર્ષમાં પાર્ટીની મુખ્ય સિદ્ધિઓ અને ભવિષ્યની યોજનાઓનું વર્ણન છે.
  • CPC દ્વારા જિનપિંગના વિચારોનો એક અભ્યાસક્રમ બનાવાયો છે જે અંતર્ગત ચીનની શાળાઓ અને કોલેજોમાં ભણાવવામાં આવશે.  
  • આ સિવાય હવે જિનપિંગ વિરુદ્ધ નિવેદન આપવું એ ગુનો ગણાશે.
historical resolution - Prez Xi Jinping

Post a Comment

Previous Post Next Post