ડાંગ જિલ્લો ભારતનો પ્રથમ "પ્રાકૃતિક જિલ્લો" બનશે.

  • આ જાહેરાત 19 નવેમ્બર, 2021ના રોજ કરવામાં આવશે.
  • જેનો મુખ્ય ઉદ્દેશ્ય જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવાનો છે.
  • ડાંગમાં 19600 હેકટર જમીનમાં જૈવિક ખેતી કરવામાં આવે છે.
  • જૈવિક ખેતી એટલે "ઝીરો બજેટ" ખેતી તરીકે ઓળખાય છે.
  • આ ખેતીમાં ગૌમુત્ર, છાણ, પાણી, ગોળ, ચણા લોટ વગેરે વાપરી ખાતર બનાવામાં આવે છે.
  • આ ખેતી અલગ રીતે કરવામાં આવે છે જેમાં જમીનને ખેડતી વખતે ખાતર નખાય છે, પછી પાક ઊગે ત્યારે જરૂર પ્રમાણે ખાતર ઉમેરવામાં આવશે.
  • આ પ્રકારના ખાતરથી પાકને નુક્સાન થતુ નથી.
  • ડાંગમાં શો પીસ તરીકે વપરાતું "એંથોરિયમ" ફૂલ ઊગે છે. તેમજ 12 13 જાતના ચોખા, ચણા, નાગલી, રાજગરો, અડદ, મગ, મગફળી, વટાણા, તુવેર થાય છે.
  • ડાંગમાં 77% વન વિસ્તાર છે જેમાં 26 જાતના વૃક્ષો, 2205 જાતના ફૂલો અને 410 જાતની વનસ્પતિ ઊગે છે.
Gujarat’s Dang To Be First Indian District To Go Fully Organic

Post a Comment

Previous Post Next Post