- દિલ્હી, NCR સહિત દેશના વિવિધ રાજ્યોમાં હવા પ્રદુષણ વધ્યું હોવાના લીધે દિલ્હી સરકાર દ્વારા આ કેમ્પેઇન શરુ કરાયું છે.
- આ કેમ્પેઇનનો ઉદેશ્ય પ્રદૂષણમાં ઘટાડો કરવાનું છે.
- હાલ ગ્રેટર નોયડા, ગાઝિયાબાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI) 500ને પણ પાર કરી ગયો છે જે 'ખરાબ'ની શ્રેણીમાં આવે છે.
- AQI ના માપદંડ મુજબ 0-50 = સારો, 51-100 = સંતોષજનક, 100-200 = માધ્યમ, 200-300 = ખરાબ, 301-400 = બહુ ખરાબ, 401-500 = ગંભીર કે ખતરનાક ગણવામાં આવે છે.