DRM ઓફિસ દ્વારા 100 વર્ષ પૂરા થવાની ઉજવણીના ભાગ રુપે ટાઇમ કેપ્સ્યૂલ જમીનમાં ઉતારવામાં આવશે.

  • DRM રેલ્વે ઓફિસને 1 ઓકટોબર, 2020માં 100 વર્ષ પૂરા થવાથી રેલ્વે દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
  • આ ઓફિસ વડોદરામાં પ્રતાપનગર વિસ્તારમાં આવેલ છે.
  • જેના ભાગ રૂપે દેશમાં પ્રથમવાર રેલ્વે દ્વારા DRM ઓફિસના સામેના ગાર્ડનની જમીનમાં ટાઇમ કેપ્સ્યુલ ઉતારવામાં આવશે જે 15 ઓકટોબર, 2121માં કાઢવામાં આવશે.
  • આ ટાઇમ કેપ્સ્યુલમાં રાજા રવિ વર્માના ચિત્રો, ટ્રેનની ટિકિટો, ડ્રાઈવરનું લાઈન બોક્સ, રેલ્વે સ્ટેશનનો બેલ, રેલ્વે ટ્રેકની લાકડાની સીટ, ટ્રેક પર વાપરતા બલાસ, DRM ઓફિસના ઝાડ નીચેની લાકડી અને પાના, તાજેતરમાં બહાર પડેલ શતાબ્દી પોસ્ટલ ટિકિટ, રેલ્વે ટાઇમ ટેબલ, સ્ટાફની યાદી, વર્તમાન પત્ર, ગુજરાતની બાંધણી અને કોરોના મહામારીનો યાદમાં માસ્ક જેવી વસ્તુઓ મુકાવમાં આવશે.

drm railway office

Post a Comment

Previous Post Next Post