ભારત સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની 2022 થી 2024ની છઠ્ઠી ટર્મ માટે રેકોર્ડ મતથી ચૂટાયું.

  • 76 મી યુએન જનરલ એસેમ્બલી દ્વારા યુએન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલના 18 નવા સભ્યો માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જે જાન્યુઆરી 2022 થી શરૂ થતાં ત્રણ વર્ષના સમયગાળા માટે સેવા આપશે.
  • 2022-2024 ના સમયગાળા માટે ચૂંટણી માટે એશિયા-પેસિફિક રાજ્યોની શ્રેણીમાં પાંચ ખાલી બેઠકો હતી. જેમાં ભારત, કઝાકિસ્તાન, મલેશિયા, કતાર અને સંયુક્ત આરબ અમીરાત ચૂંટાયું છે.
  • સયુંકત રાષ્ટ્રના 193 સભ્ય દેશમાંથી જેમાં ભારતને 97 મતની જરૂર સામે 184 મત મળેલ છે.
  • ભારતની હાલની ટર્મ ડિસેમ્બરમાં પૂરી થનાર છે.
  • સયુંકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં 47 દેશ હોય છે જેમાં સૌથી વધુ એશિયા પેસિફિકના 13 અને આફ્રિકાના 13 દેશો હોય છે.
  • આ કાઉન્સિલ માં અત્યારસુધી સયુંકત રાષ્ટ્રના 193 સભ્ય દેશમાંથી 119 દેશ આ પરિષદના સભ્ય રહી ચૂક્યા છે.
  • ભારત દ્વારા આ ટર્મ માટે સમ્માન, સંવાદ અને સહયોગનું સૂત્ર આપવામાં આવ્યું.

unhc election

Post a Comment

Previous Post Next Post