ગુજરાતમાં બિન ચેપી રોગોની તપાસ અને સારવાર માટે "નિરામય ગુજરાત યોજના" નો અમલ કરવામાં આવ્યો.

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 12મી નવેમ્બરે બનાસકાંઠાના પાલનપુરથી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મહેસાણાથી  આ નવી "નિરામય ગુજરાત યોજના"નો શુભારંભ કરાવશે.
  • આ યોજનાનો મુખ્ય હેતુ હાઈ-B.P.(લોહીનું ઉંચુ દબાણ), હાર્ટ એટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટીસ જેવા બિનચેપી રોગોની યોગ્ય તપાસ અને સારવાર છે.
  • આ રોગના દર્દીઓની હેલ્થ આઈડીથી નોંધણી કરાશે. જેના કારણે સારવાર સમય કોઈપણ તબીબને માહિતી મળી શકશે.
  • કાર્ડ ઈસ્યુ કરવા માટે આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં કિઓસ્ક મૂકાશે. 
  • વર્ષમાં બે વાર દરેક ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ "નિરામય" કેમ્પનું આયોજન કરાશે. 
  • દર્દીની તપાસ બાદ જો જરૂર જણાશે તો વધુ તપાસ માટે તજજ્ઞ તબીબ પાસે રિફર કરી શકાશે. 
  • દરેક દર્દીની સારવાર બાદ દર છ મહિને એક વાર તેનો ફોલોઅપ લેવાશે. 
  • રાજ્યની 600થી વધુ ખાનગી અને 1600થી વધુ સરકારી હોસ્પિટલોમાં દર્દીના વિનામૂલ્યે સારવાર શક્ય બનશે.
Niramay Gujarat Yojana

Post a Comment

Previous Post Next Post