- માલસામાન પરિવહન ક્ષેત્રે સરળ અને કાર્યદક્ષ વ્યવસ્થા માટેના "LEADS (Logistics Ease Across Different States) 2021" રિપોર્ટમાં ગુજરાતે દેશમાં સતત ત્રીજીવાર પ્રથમ ક્રમાંક મેળવ્યો.
- અગાઉ 2018 અને 2019માં ગુજરાતને પ્રથમ ક્રમ મળ્યો હતો.
- બીજા ક્રમે ઉત્તર પ્રદેશ, ત્રીજા ક્રમે ઓડિશા, ચોથા કર્ણાટક, પાંચમા ક્રમે આંધ્ર પ્રદેશ અને તેલંગણા છે.
- આ યાદી સરકાર દ્વારા દેશભરમાં લોજિસ્ટિક ક્ષેત્ર સાથે સંકળાયેલ સ્ટેક હોલ્ડર્સના અભિપ્રાયો મેળવીને ઓનલાઈન તૈયાર કરવામાં આવે છે.
- આ યાદી બનાવવા માટે રાજયના રોડ, રેલ નેટવર્ક્સ, પોર્ટસ, એરપોર્ટ, વેરહાઉસ, સિક્યોરિટી-ઓપરેટિંગ એન્ડ રેગયુલેટરી એનવાયરમેન્ટ મંજૂરીની સરળતા સહિતના માપદંડોને સમાવવામાં આવે છે.