ગુજરાતી રંગભૂમિના વરીષ્ઠ કલા નિર્દેશક અને સ્ટેજ ડિઝાઇનર પરેશભાઈ દરૂનું 87 વર્ષની વયે નિધન.

  • તેઓ છેલભાઈ વાયડા સાથે જોડીમાં નિર્દેશક તરીકે કાર્યરત હતા. અને બનેં છેલ-પરેશની જોડી તરીકે ઓળખાતા હતા.
  • તેઓના જોડીદાર છેલભાઈ વાયડા નું 2014માં નિધન થયું હતું.
  • તેઓએ 1966માં "મને સૂરજ આપો"(1966) નાટકથી પ્રથમ વાર કલા નિર્દેશક તરીકે કાર્ય શરૂ કર્યું હતું.
  • તેઓએ પાંચ ભાષામાં 600થી વધુ નાટક, 30થી વધુ ફિલ્મ તથા સિરિયલ્સમાં આર્ટ ડાયરેક્ટર તરીકે કાર્ય કર્યું છે.
  • 1967-1968 દરમિયાન ભજવાયેલા કાંતિ મડિયાના "આતમને ઓઝલમાં રાખ મા" નાટકમાં સ્લાઇડિંગ સ્ટેજ, "મુઠ્ઠી ઊંચેરો માનવી"માં ધસમસતાં પૂરની ઇફેક્ટ તથા ગુજરાતી રંગભૂમિ પરનું એક સીમાચિહ્ન ગણાય એવા નાટક "બાણશય્યા" માં જગદજનની ઈમેજ સ્ટેજ પર સ્લાઈડ્સ દ્વારા બતાવવામાં જે સ્લાઈડ્સનાં ડ્રૉઈંગ્સ પરેશભાઈએ બનાવેલાં જે તેઓના શ્રેષ્ઠ કામોમાંથી એક છે.
PARESH DARU

Post a Comment

Previous Post Next Post