ભારતીય વાયુસેનાની ટુકડી દ્વિવાર્ષિક દુબઈ એર શોમાં ભાગ લેશે.

  • આ એર શો 14 થી 18 નવેમ્બર દરમિયાન અલ મકતુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યોજાશે.  
  • સંયુક્ત આરબ અમીરાત સરકાર દ્વારા ભારતીય વાયુસેનાને સારંગ અને સૂર્ય કિરણ એરોબેટિક્સ ટીમો સાથે ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
  • આ ટીમો વિશ્વની કેટલીક શ્રેષ્ઠ એરોબેટિક્સ ટીમો સાથે પ્રદર્શન કરશે.  જેમાં સાઉદી હોક્સ, રશિયન નાઈટ્સ અને યુએઈના અલ ફુરસનનો સમાવેશ થાય છે.
  • આ સિવાય ભારતીય વાયુસેનાના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ શો દરમિયાન પરાક્રમ કરશે. 
  • અગાઉ 2005માં સારંગ ટીમે સંયુક્ત આરબ અમીરાત ગ્રાન્ડ પ્રિકસમાં ભાગ લીધો હતો.  
  • દુબઈ એર શોમાં સૂર્ય કિરણ અને તેજસ પ્રથમ વખત હવાઈ પરાક્રમ કરશે.

Post a Comment

Previous Post Next Post