લઘુગ્રહના માર્ગને બદલવા નાસાએ યાન મોકલ્યું.

  • વર્ષ 2017માં ખગોળશાસ્ત્રીઓએ શોધેલ એક લઘુગ્રહ જાપાન સાથે ટકરાશે તેવી ભીતિ હતી જેના અંગે નાસા સહિત વિશ્વના વિજ્ઞાનીઓ ટોક્યોમાં વાર્ષિક ગ્રહ રક્ષા સંમેલનમાં એક્ઠા થયા હતા. 
  • આ સંમેલ્લનમાં આ એસ્ટરોઇડને તેના રુટ પરથી હટાવવાની યોજના ઘડાઇ હતી. 
  • આ યોજના હેઠળ નાસાએ સ્પેસ-એક્સ કંપનીનું રોકેટ Double Asteroid Redirection Test (DART) અવકાશમાં મોકલ્યું છે. 
  • આ યાન 544 કિ.ગ્રા. વજન ધરાવે છે જેનું લક્ષ્ય ડાઇમોરફસ નામના આ લઘુગ્રહના માર્ગને બદલવાનું છે. 
  • આ લઘુગ્રહ આવતા વર્ષના સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં ડાર્ટ યાન સાથે ટકરાય તેવી શક્યતા છે જે સમયે તેની ઝડપ લગભગ 15 હજાર માઇલ પ્રતિ કલાક જેટલી હશે.
  • આ ટક્કર દરમિયાન આ યાન અને લઘુગ્રહ પૃથ્વીથી લગભગ 1.1 કરોડ કિ.મી.ના અંતરે હશે. 
  • આ મિશન માટે નાસા દ્વારા લગભગ 2400 કરોડ રુપિયાનો ખર્ચ કરાયો છે.
  • હાલ વિજ્ઞાનીઓએ 450 ફૂટથી વધુ કદના લગભગ 10,000 લઘુગ્રહો શોધ્યા છે.
DART

Post a Comment

Previous Post Next Post