નીતિ આયોગ દ્વારા ગરીબી બાબતનો ઇન્ડેક્સ પ્રસિદ્ધ કરાયો.

  • નીતિ આયોગ દ્વારા હાલમાં જ National Multidimensional Poverty Index (MPI) પ્રસિદ્ધ કરાયો છે જેના મુજબ ગુજરાતમાં કુલ વસ્તીના 18.60% લોકો (લગભગ 1.2 કરોડ લોકો) ગરીબ છે. 
  • આ રિપોર્ટ મુજબ દેશના સૌથી ગરીબ 5 રાજ્યોમાં ક્રમાનુસાર બિહાર (51.91% લોકો), ઝારખંડ (42.85% લોકો), ઉત્તર પ્રદેશ (37.79% લોકો), મધ્યપ્રદેશ (36.65% લોકો) તેમજ મેઘાલય (32.67% લોકો)નો સમાવેશ થાય છે. 
  • ગુજરાતમાં સૌથી વધુ પાંચ ગરીબ જિલ્લાઓમાં ડાંગ, દાહોદ, પંચમહાલ, નર્મદા અને બનાસકાંઠાનો સમાવેશ કરાયો છે જ્યારે સૌથી ઓછા ગરીબ જિલ્લાઓમાં અમદાવાદ, રાજકોટ, પોરબંદર, સુરત અને જૂનાગઢનો સમાવેશ કરાયો છે. 
  • આ રિપોર્ટ મુજબ ગુજરાતમાં એવા 31.39 લાખ લોકો છે જો 9 પાસ હોવા જોઇએ તેટલી ઉંમરમાં એકવાર પણ શાળાએ ગયા નથી! 
  • 2.11 કરોડ એવા લોકો છે જેમને ત્યા રસોઇ કરવા ઇંધણ, લાકડા એક કોલસો નથી. 
  • 1.56 કરોડ લોકો એવા છે જેમની પાસે પોતાનું શૌચાલય નથી. 
  • 32.60 લાખ લોકો એવા છે જેમને પીવાનું પાણી ભરવા માટે લગભગ 30 મિનિટ ચાલીને પાણી ભરવા જવુ પડે છે. 
  • 16.90 લાખ લોકો એવા છે જેમની પાસે વીજળીની વ્યવસ્થા જ નથી. 
  • 26.56 લાખ લોકો એવા છે જેમની પાસે બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં પોતાનું ખાતું જ નથી. 
  • ગુજરાત રાજ્યમાં 2.49 કરોડ એવા લોકો છે જેમને પૌષ્ટિક આહાર મળતો નથી.
poverty index

Post a Comment

Previous Post Next Post