- વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશના જેવરમાં નોઇડા આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટની આધારશીલા રાખી છે જે Yamuna Expressway Industrial Development Authority (YEIDA)ના અધિકૃત ક્ષેત્રમાં બનાવાશે.
- આ એરપોર્ટ વર્ષ 2024 સુધીમાં તૈયાર થવાનું લક્ષ્ય છે જેને પીપીપી મોડેલ પર તૈયાર કરવામાં આવશે.
- આ એરપોર્ટની 30 વર્ષમાં વિસ્તાર બાદ કુલ ક્ષમતા લગભગ 1.2 કરોડ યાત્રી પ્રતિ વર્ષ જેટલી રહેશે જેને અલગ અલગ ચરણોમાં વધારવામાં આવ્યા બાદ વર્ષ 2050 સુધીમાં સાત કરોડ યાત્રી પ્રતિ વર્ષ જેટલી રહેવાનો અંદાજ છે.
- આ એરપોર્ટ વિશ્વનું ચોથું તેમજ એશિયાનું સૌથી મોટું એરપોર્ટ તેમજ ઉત્તર પ્રદેશનું પાંચમું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે.