- ગુજરાતના વ્યારા નજીક ઉનાઇ રેન્જ ખાતે આવેલ રાજ્યની સૌથી મોટી ઇકો ટુરિઝમ સાઇટ પદમડુંગરીમાં ગુજરાત રાજ્યનું પ્રથમ વૉક ઇન ઇનસેક્ટેરિયમ બન્યું છે.
- આ સાઇટ રાજ્યની સૌથી વધુ ટુરિસ્ટ ફૂટબોલ ધરાવતી અને પ્રથમ No single use plastic free સાઇટ બની છે.
- પદમડુંગરી ખાતે અલગ અલગ 135 પ્રજાતિના જીવજંતુઓ કુદરતી વાતાવરણમાં ઉછરે છે તેમજ તેને જોઇ શકાય તેવી વ્યવ્સ્થા છે.
- આ સાઇટ પર પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે ગ્લાસ વોટર બોટલ પ્લાન્ટ પણ શરુ કરાયો છે જેમાં શુદ્ધ પાણીમાં તુલસી જેવા આયુર્વેદિક રસ પણ ભેળવીને અપાય છે.