નીતિ આયોગ દ્વારા Urban India Index પ્રસિદ્ધ કરાયો.

  • નીતિ આયોગ દ્વારા Sustainable Development Goals Urban India Index નામના આ રિપોર્ટમાં ભારતના 10 લાખથી વધુ વસ્તી ધરાવતા 44 અને તેથી ઓછી વસ્તી ધરાવતા હોય અને રાજ્યની રાજધાની હોય તેવા 12 એમ મળીને કુલ 56 શહેરોની સ્થિતિ દર્શાવાઇ છે. 
  • આ રિપોર્ટમાં પ્રથમ સ્થાન પર સિમલા છે તેમજ ત્યારબાદ ક્રમાનુસાર કોઇમ્બતુર, ચંડીગઢ,  કોચી,  થિરુવનંતપુરમ, પણજી, પૂણે, તિરુચિરાપલ્લી, અમદાવાદ અને નાગપુરનો સમાવેશ થાય છે. 
  • આ રિપોર્ટમાં છેલ્લા 10 શહેરોમાં ફરિદાબાદ, કોલકત્તા, આગ્રા, કોહિમા, જોધપુર, પટણા, ગુવાહાટી, ઇટાનગર, મેરઠ અને ધનબાદનો સમાવેશ કરાયો છે. 
  • આ રિપોર્ટ બનાવવા માટે પર્યાવરણ, ગ્રીનહાઉસ ગેસ પ્રદૂષણના પાસા સહિતનો સમાવેશ કરાયો હતો.
SDG Urban Index

Post a Comment

Previous Post Next Post