રશિયાના વિરોધપક્ષના નેતા એલેક્સી નાવેલનીને યુરોપિયન યુનિયનના પ્રતિષ્ઠિત સન્માન 'Sakharov' થી સન્માનિત કરવામાં આવ્યા.

  • જેલમાં કેદ નવેલીની ને આ એવોર્ડ માનવ અધિકારોની લડત માટે અપાયો છે.
  • એલેક્સી નાવેલની રશિયન વિપક્ષી નેતા અને ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર્તા છે.  
  • તે રશિયાની ફ્યુચર પાર્ટીના નેતા અને ભ્રષ્ટાચાર વિરોધી ફાઉન્ડેશનના સ્થાપક છે.
  • 'The Sakharov Prize for Freedom of Thought', જે 'Sakharov Prize' તરીકે ઓળખાય છે.
  • આ પુરસ્કાર તે વ્યક્તિઓ અથવા જૂથોને અપાય છે જેમણે માનવાધિકાર અને વિચારની સ્વતંત્રતાની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હોય.
  • આ પુરસ્કારની સ્થાપના રશિયન વૈજ્ઞાનિક અને અસંતુષ્ટ આન્દ્રે સાખારોવના નામ પરથી, ડિસેમ્બર 1988 માં યુરોપિયન સંસદ દ્વારા કરવામાં આવી હતી.
  • ઇનામમાં 50,000 યુરો રોકડા આપવામાં આવે છે.
  • 1988માં પ્રથમ સાખરોવ પુરસ્કાર દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલા અને રશિયન એનાટોલી માર્ચેન્કોને સંયુક્ત રીતે આપવામાં આવ્યું હતું.

Alaxy Navel

Post a Comment

Previous Post Next Post