રશિયાએ ભારતને S-400 મિસાઇલ સિસ્ટમની સપ્લાય શરુ કરી.

  • આ મિસાઇલ સિસ્ટમ માટે ભારતે વર્ષ 2018માં રશિયા સાથે 35 હજાર કરોડના કરાર કર્યા હતા. 
  • આ કરાર અંતર્ગત આ સિસ્ટમની કુલ પાંચ સ્ક્વૉડ્રન આ વર્ષના અંત સુધીમાં ભારતને અપાશે. 
  • આ મિસાઇલ સિસ્ટમ 400 કિ.મી. વિસ્તારમાં 30 કિ.મી. ઊંચાઇ સુધીના દુશ્મન દેશોના ફાઇટર વિમાન, મિસાઇલ અને ડ્રૉનને તોડી પાડવા માટે સક્ષમ છે. 
  • આ સિસ્ટમ દુશ્મન દેશોના વિમાનો, મિસાઇલ પર 4.8 કિ.મી. પ્રતિ સેકન્ડની ઝડપથી વાર કરીને એક સાથે એક વખતમાં 36 ટાર્ગેટને એક સાથે તોડી શકે છે. 
  • અમેરિકી કોંગ્રેસના Congressional Research Service (CRS) રિપોર્ટ મુજબ અમેરિકા ભારતના આ સોદા બાદ Countering America's Adversaries Through Sanctions Act (CAATSA) મુજબ ભારત પર પ્રતિબંધ મુકે તેવી શક્યતા છે. 
  • આ કાયદા હેઠળ અમેરિકા પોતાના સાથી દેશોને ઇરાન, ઉત્તર કોરિયા અને રશિયા પાસેથી કોઇપણ પ્રકારની સૈન્ય સંબંધિત લેણદેણ નહી કરવાનો આગ્રહ રાખે છે.
S-400 missile system

Post a Comment

Previous Post Next Post