દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો અત્યાર સુધીનો સૌથી જોખમી વેરિયન્ટ મળી આવ્યો.

  • આ વેરિયન્ટ ઉચ્ચ મ્યુટેશન ધરાવતો વેરિયન્ટ છે જે કોરોના વાયરસના મૂળ રુપથી સાવ અલગ છે. 
  • વૈજ્ઞાનિકોને શંકા છે કે આ વેરિયન્ટ મૂળ રુપથી અલગ હોવાથી કોરોના વેક્સિન આ વાયરસ પર કામ કરશે નહી. 
  • સંશોધકોનું એવુ અનુમાન છે કે આ વેરિયન્ટ કેન્સર કે એઇડ઼્સ જેવી ગંભીર બીમારીથી લડી રહેલ કોઇ દર્દીમાંથી બન્યો છે જેથી તે વધુ શક્તિશાળી છે. 
  • આ અઠવાડિયામાં જ દક્ષિણ આફ્રિકા અને બોત્સવાના સહિત અનેક દેશોમાંથી આ વેરિયન્ટના 100થી વધુ કેસ નોંધાયા છે. 
  • આ વાયરસનું વૈજ્ઞાનિક નામ B.1.1.529 છે જેમાં 50થી વધુ મ્યુટેશન મળ્યા છે અને તેમાના 32 મ્યુટેશન તેના સ્પાઇક પ્રોટીનમાં છે. 
  • હોંગકોંગમાં મળેલ એક દર્દીએ ફાઇઝર વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવા છતા તેનામાં આ વેરિયન્ટ જોવા મળ્યો છે. 
  • WHO દ્વારા આ વેરિયન્ટને Omicron નામ અપાયું છે.
omicron

Post a Comment

Previous Post Next Post