સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ક્રિકેટનો મેન્સ ટી-20 વર્લ્ડકપ શરૂ થયો જે 14 નવેમ્બર, 2021 સુધી ચાલશે.

  • 2021 મેન્સ T-20 વર્લ્ડ કપની યજમાની ભારતને સોંપવામાં આવી હતી પરંતુ ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે આ વર્લ્ડ કપ UAE માં યોજવામાં આવ્યો.
  • પરંતુ  વર્લ્ડ કપ ટી 20 વર્લ્ડકપની યજમાની BCCI ભારત દ્વારા જ કરવામાં આવશે.
  • આ વર્લ્ડકપ માં પ્રથમ વાર DRS (Decision Review System) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. દરેક ટીમને DRSની બે તક આપવામાં આવશે.
  • વર્લ્ડ કપમાં વિજેતા ટીમને 1.6 મિલિયન ડોલર (આશરે 12 કરોડ)નું ઈનામ આપવામાં આવશે. જ્યારે, રનર્સ અપ ટીમને 8 લાખ ડોલર (લગભગ 6 કરોડ રૂપિયા)ની રકમ મળશે. જ્યારે સેમિફાઇનલમાં હારેલી બંને ટીમોને 4 લાખ યુએસ ડોલર એટલે કે 3 કરોડ રૂપિયા આપવામાં આવશે.

t-20 cricket world cup 2021

Post a Comment

Previous Post Next Post