મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આજથી 2 દિવસીય તાના રીરી મહોત્સવ શરૂ થશે.

  • આ મહોત્સવમાં ગાયક કવિતા કૃષ્ણમર્તિ અને વિરાજ અમર ભટ્ટને "તાનારીરી સંગીત સન્માન" પુરસ્કાર આપવામાં આવશે.
  • તાનારીરી મહોત્સવ દર વર્ષે કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે. 
  • તાના અને રીરી બંને બહેનો મલ્હાર રાગમાં પારંગત હતી તેમના માનમાં દર વર્ષે વડનગર ખાતે તાના રીરી મહોત્સવ ઉજવવામાં આવે છે. 
  • વર્ષ 2010થી "તાના રીરી સંગીત સન્માન" એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. 
  • આ એવોર્ડમાં સંયુકત રીતે અઢી – અઢી લાખ એમ પાંચ લાખ રૂપિયા રોકડ રકમ, તામ્રપત્ર અને શાલ એનાયત કરવામાં આવે છે.
TANA RIRI Mahotsav 2021

Post a Comment

Previous Post Next Post