- આ પહેલ પાછળનો મૂળ વિચાર એ છે કે 'સૂરજ ક્યારેય અસ્ત થતો નથી'.
- જેના હેઠળ, સમગ્ર વિશ્વને એક ગ્રીડ સાથે જોડવામાં આવશે, જે સમગ્ર વિશ્વમાંથી એકત્ર થયેલી સૌર ઊર્જાને વિવિધ લોડ કેન્દ્રો સુધી પહોંચાડાશે.
- One Sun, One World, One Grid (OSOWOG)નુ નેતૃત્વ International Solar Alliance (ISA), ભારત સરકાર અને વિશ્વ બેંક દ્વારા કરવા આવશે જેના માટે ત્રણેય વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
- International Solar Alliance (ISA) એક આંતર-સરકારી સંસ્થા છે.
- 30 નવેમ્બર 2015ના રોજ પેરિસમાં યોજાયેલી 'યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ફ્રેમવર્ક ઓન ક્લાઈમેટ ચેન્જ'ની 21મી વાર્ષિક બેઠક દરમિયાન ભારત અને ફ્રાન્સ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી.
- હાલમાં વિશ્વના 67 દેશો આ સંગઠનના સક્રિય સભ્ય છે.
- તેનું મુખ્ય મથક ભારતના હરિયાણાના ગ્રુગ્રામ શહેરમાં છે.