ભારત અને ફ્રાન્સની છઠ્ઠી સંયુક્ત સૈન્ય કવાયત "Exercise Shakti 2021" ફ્રાન્સના ફેક્યુસમાં યોજાશે.

  • ભારતની ગુરખા રાઇફલ્સ ઇન્ફેન્ટ્રી બટાલિયનની ટુકડી અને ફ્રેન્ચ આર્મીની 6ઠ્ઠી લાઇટ આર્મર્ડ બ્રિગેડની 21મી મરીન ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ તેમાં ભાગ લેશે.
  • આ કવાયત 15 નવેમ્બર થી 26 નવેમ્બર સુધી 15 દિવસ સુધી ચાલશે.
  • "Exercise Shakti 2021" સંયુક્ત રાષ્ટ્રના આદેશ હેઠળ અર્ધ-શહેરી ભૂપ્રદેશની પૃષ્ઠભૂમિમાં આતંકવાદ વિરોધી કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેનો ઉદ્દેશ્ય બંને સેનાઓ વચ્ચે સૈન્ય સહયોગ અને આંતર-કાર્યક્ષમતા વધારવાનો છે.
  • ભારત અને ફ્રાન્સ ત્રણ દ્વિવાર્ષિક પ્રશિક્ષણ કવાયત હાથ ધરે છે. ભારતીય વાયુસેના સાથે Exercise Garuda, ભારતીય નૌકાદળ સાથે Exercise Varuna અને ભારતીય સેના સાથે Exercise Shakti.
  •  "Exercise Shakti 2021" ની છેલ્લી આવૃત્તિ રાજસ્થાનમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ફોરેન ટ્રેનિંગ નોડ ખાતે 31 ઓક્ટોબરથી 13 નવેમ્બર 2019 દરમિયાન હાથ ધરવામાં આવી હતી.
exercise shakti 2021

Post a Comment

Previous Post Next Post