ન્યુઝીલેન્ડનો ક્રિકેટર એજાઝ પટેલ તમામ 10 વિકેટ લેનાર વિશ્વનો ત્રીજો સ્પિનર બન્યો

  • ભારતીય મૂળનો ન્યુઝીલેન્ડનો ક્રિકેટર એજાઝ પટેલ આ પ્રકારની સિદ્ધિ મેળવનાર વિશ્વનો માત્ર ત્રીજો બોલર છે. 
  • અગાઉ ભારતના અનિલ કુંબલેએ 1999માં અને ઓસ્ટ્રેલિયાના જિમ લેકરે 1956માં ટેસ્ટ મેચની એક જ ઇનિંગમાં તમામ 10 વિકેટ ઝડપવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. 
  • જિમ લેકરે ત્રીજા દાવમાં તેમજ અનિલ કુંબલેએ ચોથા દાવમાં આ સિદ્ધિ મેળવી હતી જ્યારે એજાઝ પટેલે આ સિદ્ધિ પ્રથમ દાવમાં જ મેળવી છે. 
  • આ સિવાય તેણે ન્યુઝીલેન્ડના હેડલીનો રેકોર્ડ પણ તોડ્યો છે જેણે 1985માં ઓસ્ટ્રેલિયા સામે 52 રનમાં 9 વિકેટ ઝડપી હતી જેની સામે એજાઝ પટેલે તમામ 10 વિકેટ ઝડપી છે. 
  • એજાઝ પટેલની આ સિદ્ધિ બાદ ન્યુઝીલેન્ડ તેના પ્રથમ દાવમાં માત્ર 62 રન બનાવી ઓલઆઉટ થયું હતું જે ભારતની ધરતી ઉપરનો લોએસ્ટ સ્કોર છે.
Aejaz patel

Post a Comment

Previous Post Next Post