BWF વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું વિમેન્સ સિંગલ્સ ટાઇટલ યામાગુચીએ જીત્યું.

  • જાપાનની અને વિશ્વની બીજી ક્રમાંકિત અકાને યામાગુચીએ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વિશ્વની પ્રથમ ક્રમાંકિત તાઇ જૂ યિંગને 21-14, 21-11થી પરાજય આપી આ સ્પર્ધાનું ટાઇટલ જીતી લીધુ છે. 
  • તેણી વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતનાર જાપાનની પ્રથમ મહિલા ખેલાડી બની છે. 
  • આ સ્પર્ધાનું વિમેન્સ ડબલ્સ ટાઇટલ થાઇલેન્ડની દેચાપોલ અને સિપસિરિની જોડીએ જીત્યું હતું જેમા તેઓએ જાપાનની ત્રીજી ક્રમાંકિત યુટા વાટાનબે અને અરિસા હિગાશિનોની જોડીને 21-13, 21-14થી પરાજય આપ્યો હતો. 
  • થાઇલેન્ડ ખેલાડીઓનું વર્લ્ડ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં આ બીજું ટાઇટલ છે, અગાઉ વર્ષ 2013માં થાઈલેન્ડ આ ટાઇટલ જીત્યું હતું.
Akane Yamaguchi

Post a Comment

Previous Post Next Post