ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ.

  • આ ચૂંટણી ગુજરાતની 8,686 ગ્રામ પંચાયત અને 48,575 વોર્ડ માટે થઇ હતી. 
  • આ ચૂંટણીઓ ઇવીએમને બદલે બેલેટ પેપર દ્વારા કરવામાં આવી હતી. 
  • ઉલ્લેખનીય છે કે ઘણી ગ્રામ પંચાયતો પહેલેથી જ સમરસ થઇ હતી એટલે કે ચૂંટણી કર્યા વિના કોઇ એક ઉમેદવારને સર્વાનુમતે પસંદ કરવો. 
  • 'સમરસ ગ્રામ પંચાયત' યોજના ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2001માં જાહેર કરવામાં આવેલ છે જેમાં સમરસ ગ્રામ પંચાયતને નીચે મુજબ વિશેષ અનુદાન પણ આપવામાં આવે છે.
samras gram panchayat
  • ભારતના બંધારણમાં અનુચ્છેદ 40માં ગ્રામ પંચાયતનો ઉલ્લેખ છે જેને અનુસંધાને 1956માં બનેલ બળવંતરાય મહેતા સમિતિ દ્વારા ત્રિ-સ્તરીય પંચાયતની રચના કરવામાં આવી હતી.
  • ભારતમાં 1959માં રાજસ્થાનના નાગૌર જિલ્લામાં પંચાયતી રાજની શરુઆત થઇ હતી.
  • આ માટે બંધારણમાં 73મો સુધારો કરવામાં આવ્યો છે જેમાં પંચાયતોને ત્રીજા સ્તરની સરકાર બનાવવાની જોગવાઇ, પંચાયતની ચૂંટણીની વ્યવસ્થા કરવી વગેરેનો સમાવેશ છે.
  • આ માટે ભારતના બંધારણમાં ભાગ-9 ઉમેરવામાં આવ્યો છે જેને 'પંચાયત' નામ અપાયું છે જેમાં કલમ 243 A થી O ગ્રામ પંચાયત માટે તેમજ કલમ 243 P થી Z નગરપાલિકાથી સંબધિત છે.
  • આ સિવાય બંધારણમાં 11મી અને 12મી અનુસૂચિ પણ જોડવામાં આવી છે જેમાં અનુસૂચિ 11 ગ્રામ પંચાયતથી સંબંધિત 29 વિષયો અને અનુસૂચિ 12માં પાલિકા અને સંબંધિત 18 વિષયોનો સમાવેશ છે.
  • ગુજરાતમાં 1961માં ડૉ. જીવરાજ મહેતાના સમયમાં 'ગુજરાત પંચાયત ધારો' પસાર કરવામાં આવ્યો હતો.
  • સમગ્ર ભારતમાં એક સ્તરીય, દ્વી-સ્તરીય તેમજ ત્રી-સ્તરીય પંચાયત અમલમાં છે પરંતુ મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, મિઝોરમ, પુડ્ડુચેરી અને લક્ષદ્વીપમાં અલગ પદ્ધતિથી ચાલતી પંચાયત છે.

Post a Comment

Previous Post Next Post