- આ સ્ટ્રક્ચર વડનગર નજીક સિવિલ હોસ્પિટલ પાસે ખોદકામ દરમિયાન મળ્યું છે.
- સંશોધકોના મત અનુસાર લગભગ 1300 થી 2000 વર્ષ અગાઉ બૌદ્ધ લોકો આ પ્રકારના સ્ટ્રક્ચર પર પ્રદક્ષિણા કરી પૂજા અર્ચના કરતા હતા.
- અહી વર્ષો અગાઉ ટેકરો હોવાનું તેમજ તેની ત્રણ બાજુ અંબાજી કોઠા તળાવ, શારદાપુરી તળાવ અને કૃષ્ણપુરી તળાવ તેમજ તે ત્રણ તળાવની વચ્ચે બેટ હોવાની શક્યતા પણ સંશોધકોએ દર્શાવી છે.
- આ સિવાય કોઇ મહાપુરુષનું પ્દ્માસન અવસ્થામાં હાડપિંજર પણ મળી આવ્યું છે જે લગભગ 1000 વર્ષ જુનુ છે તેમજ કાશ્મિરી પંડિતના જીવનને મળતું આવતું હોવાનો દાવો પણ કરાય છે.
- અગાઉ પણ દેશમાં અન્ય ત્રણ સ્થળો કોશામ્બી (ઉત્તર પ્રદેશ), રાજગુરુ (બિહાર) અને નાર્ગાર્જુનકુંડા (દક્ષિણ ભારત) ખાતેથી મળી આવ્યા હતા.