- Worldwide Cost of Living (WCOL) નામનો આ રિપોર્ટ Economist Intelligence Unit (EIU) દ્વારા પ્રસિદ્ધ કરાયો છે.
- આ રિપોર્ટ મુજબ વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં ક્રમાનુસાર તેલ અવીવ (ઇઝરાયલ), પેરિસ (ફ્રાન્સ), સિંગાપોર (સિંગાપોર), જ્યુરિક (સ્વિટ્ઝર્લેન્ડ), હોંગકોંગ (ચીન), ન્યૂયોર્ક (યુએસ), જીનીવા (સ્વિટ્ઝર્લેન્ડ), કોપનહેગન (ડેન્માર્ક), લોસ એન્જેલ્સ (યુએસ) અને ઓકાસા (જાપાન)નો સમાવેશ કરાયો છે.
- આ રિપોર્ટમાં સૌથી સસ્તા શહેરોમાં ક્રમાનુસાર (સૌથી સસ્તાથી મોંઘા) દમાસ્કસ (સીરિયા), ત્રિપોલી (લીબિયા), તાશ્કંદ (ઉઝબેકિસ્તાન), ટ્યૂનીસ (ટ્યૂનિશિયા), અલ્માટી (કઝાખસ્તાન), કરાચી (પાકિસ્તાન), અમદાવાદ (ભારત), અલ્જિયર્સ (અલ્ગેરિયા), બ્યૂઓનસ એરિસ (આર્જેન્ટિના) અને લુસાકા (ઝામ્બિયા)નો સમાવેશ થાય છે.