કોરોના ઓમિક્રોન વેરિયન્ટના ભારતમાં પ્રથમ કેસ નોંધાયો.

  • આ વેરિયન્ટના કર્ણાટકમાં બે કેસ નોંધાયા છે જે બન્ને નાગરિકો દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા છે. 
  • કોરોના વાયરસના ઓમિક્રોન્ટ વેરિયન્ટનો વિશ્વનો સૌપ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો. 
  • અત્યાર સુધીના આંકડાઓ મુજબ આ વેરિયન્ટ દ્વારા એકપણ મૃત્યું થયું નથી પરંતુ આ વેરિયન્ટના સંક્રમણનો દર ડેલ્ટા વેરિયન્ટ કરતા અનેક ગણો વધુ છે. 
  • ઓમિક્રોન વેરિયન્ટને પગલે સરકાર દ્વારા ઝાયડસ કેડિલાની વિશ્વની સૌપ્રથમ DNA આધારિત રસી 'ઝાયકોવ' દેશના સાત રાજ્યોમાં આપવાનો નિર્ણય લેવાયો છે. 
  • આ સાત રાજ્યોમાં મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.
omicron virus

Post a Comment

Previous Post Next Post