એરફોર્સમાં પ્રથમવાર દિવ્યાંગ કેડેટ્સને સામેલ કરાયો.

  • ભારતીય વાયુ સેના દ્વારા સૌપ્રથમવાર એક દિવ્યાંગ કેડેટ્સને ભરતી કરાયો છે. 
  • યોગેશ યાદવ નામના ફ્લાઇંગ કેડેટ વર્ષ 2018માં મિલિટ્રી ટ્રેઇનિંગ દરમિયાન એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીને લીધે પ્લેનમાંથી કૂદ્યા હતા અને તેઓના શરીરનો નીચેનો હિસ્સો લકવાગ્રસ્ત બન્યો હતો. 
  • લકવાગ્રસ્ત હોવા છતા તેઓએ પોતાની તાલીમ પુરી કરી અને સંરક્ષણ મંત્રાલયની વિશેષ પરવાનગી બાદ તેઓને એરફોર્સમાં ફ્લાઇંગ ઓફિસર તરીકે નિમણૂંક મળી હતી. 
  • વર્ષ 1985થી અત્યાર સુધીમાં લગભગ 448 દિવ્યાંગ કેડેટ્સ હતા જેઓને તાલીમ દરમિયાન કોઇ બનાવ બનતા બહાર કરાયા હતા.
  • ભારતીય વાયુ સેનાની સ્થાપના 8 ઑક્ટોબર, 1932ના રોજ કરવામાં આવી હતી જેનો Motto ' नभः स्पृशं दीप्तम्' (Touch the sky with Glory) છે, જે સૂત્ર ભગવત ગીતાના 11મા અધ્યાયના 24માં શ્લોકમાંથી લેવાયું છે.
divyang in Air force

Post a Comment

Previous Post Next Post