એશિયન ચેમ્પિયનન્સ ટ્રોફીમાં ભારતે સેમિ-ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો.

  • બાંગ્લાદેશના ઢાકાના મૌલાના ભાસાની હૉકી સ્ટેડિયમ ખાતે ચાલી રહેલ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે જાપાનને 6-0થી પરાજય આપીને સેમિ-ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. 
  • આ સ્પર્ધા 14 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર દરમિયાન ચાલી રહેલી છે. 
  • છેલ્લે આ સ્પર્ધા વર્ષ 2018માં યોજાઇ હતી જેમાં ભારત અને પાકિસ્તાન સંયુક્ત રીતે ચેમ્પિયન રહ્યા હતા તેમજ વર્ષ 2018ની આ સ્પર્ધામાં મલેશિયા બીજા સ્થાન પર રહ્યું હતું. 
  • એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની શરુઆત વર્ષ 2011થી થઇ છે જેમાં બાંગ્લાદેશ, ચીન, ભારત, જાપાન, મલેશિયા, ઓમાન, પાકિસ્તાન અને દક્ષિણ કોરિયાની ટીમનો સમાવેશ થાય છે. 
  • આ સ્પર્ધામાં સૌથી વધુ ત્રણ વાર ભારત અને પાકિસ્તાન ચેમ્પિયન રહ્યા છે.
Asian Champiions Trophy 2021

Post a Comment

Previous Post Next Post